Khamir Joshi
Khamir JoshiVerified
17d agoKhadiya, Ahmedabad, Gujarat

હું, કેતન રમેશચંદ્ર શાહ, રણોલી માં એક પ્રાઇવેટ લિમિટેડ કંપની માં છેલ્લા 3 વર્ષ થી મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ માં હેડ ઑફ ડિપાર્ટમેન્ટ તરીકે ની ફરજ બજાઉ છું. હું જયારે આ કંપની માં જોઈન થયો હતો ત્યારે ચા પીવા માટે પેપર કપ નો ઉપયોગ થતો હતો. ચા બહાર થી કીટલી પર થી આવતી હતી. કંપની એમ્પ્લોઈ અને કોન્ટ્રાક્ટ વગેરે મળીને આશરે 325 થી 350 જેટલી ચા એક ટાઈમ ની એમ આખા દિવસ માં 3 શિફ્ટ થઈને 1000 થી 1200 પેપર કપ નો ઉપયોગ થતો હતો. મેં પહેલ કરીને HR ડિપાર્ટમેન્ટ માં અને સેફટી ડિપાર્ટમેન્ટ માં રજુઆત કરી અને ગરમ ચા પેપર કપ માં પીવાથી થતા શારીરિક નુકશાન વિશે બધાને માહિતગાર કર્યા. કેન્સર જેવા જીવલેણ રોગો નું કારણ પણ આના કારણે જ થાય છે એવુ સમજાવ્યું. ત્યારબાદ મેનેજમેન્ટ તરફ થી દરેક ને સ્ટીલ નો જેકેટ વાળો ચા નો કપ આપવામાં આવ્યો અને પેપર કપ ની મનાઈ કરાવી દીધી. જેથી હવે લોકો ની હેલ્થ ને નુકશાન નહી થાય તેમજ રોજ ના આશરે 1000 કપ ના ડિસપોઝલ થી પર્યાવરણ ને પણ નુકશાન નહી થાય.

1 comments

No comments yet