N
Nilesh Soni
1mo agoManjalpur, Vadodara, Gujarat

""ચોમાસા નો રવિવાર... એટલે પર્યાવરણ વાર"" માટી અમે મફત માં લાવ્યા ને....બીજ શોધી લીધા, રમતાં રમતાં અમે ભૂલકાઓ એ સિડ્ બોલ બનાવી દીધા ! મિત્રો... આજ રોજ અમે વિનાયક હાઈટ્સ, વડોદરામાં દર વર્ષે ની જેમ ચોમાસામાં એક-બે સારા વરસાદ પછી વિવિધ બીજ (Seeds) સાથે માટી અને દેશી ખાતર મિક્સ કરીને બાળકો દ્વારા સીડ બોલ બનાવી નદી કિનારે, તળાવ કાંઠે કે કેનાલ ની આજુબાજુ માં ભેજ વાળા વિસ્તારો માં પ્લાન્ટ કરીયે છીએ. આ સીડ્ બોલ્સ માં સફળતા નો ગ્રાફ વધુ નથી હોતો તો પણ આપણા 500 સીડ બોલ્સ માં થી 25 વૃક્ષ પણ જો ઊગી જાય તો "પર્યાવરણ બચાવો" ના યજ્ઞ માં આપણી એક આહુતિ ગણાશે. તેમજ આ કાર્યક્રમ માં શહેર રૂપી કોન્ક્રીટ ના જંગલો માં જે માટી ના સ્પર્શ થી આજના બાળકો વંચિત રહે છે તે બાળકો ને માટી માં રમવાની મજા પણ પડે છે. પર્યાવરણ નું જતન પણ થાય છે તેમજ પર્યાવરણ માટે ની આપણી જવાબદારી તેમજ ફરજો ના સંસ્કારો નું સિંચન પણ થાય છે. આજે અમે અમારી સોસાયટીના બાલ મિત્રો અને સાથી મિત્રો મળીને 587 સિડ્ બોલ્સ બનાવ્યા. "હમ બચ્ચો કા નારા હૈ પર્યાવરણ કો બચના હે પેડ પૌધે લગાયેંગે હમ પૃથ્વી કો બચાયેંગે હમ"

1 comments

No comments yet