પ્લાસ્ટીક મુક્ત શાળા અભિયાન ની શરૂઆત
પ્રથમ વર્ષ માટે અમદાવાદ સંસ્કાર ધામમાં જવાનું થયું ..... ત્યાં એક દિવસ પર્યાવરણ વિષય પર ચર્ચા થઈ જેમાં પ્લાસ્ટીક ની વેસ્ટ બોટલ માં વેસ્ટ પ્લાસ્ટીક ભરી રિસાયકલ માં આપવું અથવા બોટલ નું કૈક અવનવું બનાવવું આ સાંભળી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના 100 વર્ષ એટલે શતાબ્દી વર્ષ આવનાર છે એટલે 100 બોટલ નું લક્ષ લીધું ઘરે આવી પ્રથમ શાખા માં વાત કરી કાર્યકર્તા મિત્રો 40 બોટલ અને ઘરે 30 બોટલ ભેગી કરવામાં આવી. પછી પોતાની શાળામાં બાળકો ને પ્લાસ્ટીક નુકશાન અને તેનાથી બચવાના ઉપાય સમજાવી બોટલ ભરવા કહ્યું અને પ્લાસ્ટીક મુક્ત શાળા મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું ... તો 500 બોટલ અને ત્યાર પછી ક્રમશ 1000 બોટલ ભેગી થઈ જેમાં 200 બાળકો , શિક્ષકો અને કેટલાક ગ્રમલોકો જોડાયા . ત્યાર પછી અન્ય શાળા પણ કરી શકે તેથી જિલ્લા ની શાળા ના શિક્ષક મિત્રો ને વોટ્સેપ દ્વારા સમજ આપી જેમાં 20 શાળા અને સંસ્થા સાથે 25 શાળા ના 6000 બાળકો વડીલો દ્વારા 10000 બોટલ એકત્ર કરી ...અને વર્લ્ડ રેકોર્ડ માટે બધીજ વિગત સબમિટ કરવામાં આવી જે પસંદ થતાં બધાને સર્ટિ વિતરણ ગુજરાત પ્રાંત પર્યાવરણ સંયોજક અને જિલ્લાના અધિકારી હસ્તે વિતરણ કરવામાં આવ્યું... ત્યાર પછી મેસેજ દ્વારા બોર્ડ કાસ્ટ માં 2000 મિત્રો ને મોકલવામાં આવ્યું અને તેમાં 300 શાળાના 25000 થી વધુ બાળકો દ્વારા 60000 જેટલી બોટલ એકત્ર કરવાનું કામ ચાલુ છે. હજુ 1000 શાળા જોડવાનું અને 1 લાખ બોટલ નું લક્ષ નક્કી કર્યું છે . બધાજ મિત્રો ને મેસેજ આપ્યો કે વિશ્વ પાંચ સમસ્યા સામે જજુમી રહ્યું છે ... સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ , નાગરિક કર્તવ્ય અને સ્વદેશી જાગરણ માં કામ કરવાની જરૂર છે હાલ આ તમામ વિષય માં ભારતે કામ શરૂ કરી દીધું છે બસ આપને જોડાવવાની જરૂર છે હાલ ભારત સરકાર સ્વચ્છતા હી સેવા ઉજવી રહ્યું છે ત્યારે પર્યાવરણ પર ગૂજરાત ની કેટલીક પ્રાથમિક શાળાઓ પ્લાસ્ટિક મુક્ત માં જોડાઈ છે આપ પણ જોડાઈ શકો છો .. જેમાં પી એમ શ્રી ચલાલી પ્રાથમિક શાળાના આચાર્ય ભરત ભાઈ અને વિશ્વનાથ પૂરા પ્રાથમિક શાળા ના આચાર્ય શૈલેષભાઈ મદદ કરી રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમ ની વિગત ફરી વર્લ્ડ વાઈડ ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે સબમિટ કરવામાં આવેલ છે જેથી શાળા ને પ્રોત્સાહન અને સર્ટિ પણ મળે .... આ બોટલ રિસાયકલ માં આપી કેટલીક શાળા બાળકો ને મધ્યાહન ભોજન માં જમવા ચમચી આપેલ છે ..બાળકો ને હવે જન્મ દિવસ પર ચોકલેટ લાવવાના બદલે મુઠી અનાજ લાવે છે અને પક્ષી ને આપે છે ... બાળકોને ફ્રૂટ ,મગ આપવામાં આવે છે .... શાળા માં પોલીથીન પ્લાસ્ટીક પર પ્રતિબંધ કરેલ છે ... આવા અનેક પ્રયોગો શરૂ થઈ ગયા છે .. આ પ્રોજેક્ટથી ફક્ત એક સપ્તાહ માં પૂર્ણ કરવામાં આવે છે નવી શિક્ષણ નીતિ માં જે સ્કુલ ડેવલપમેન્ટ ની વાત છે. બાળકો પ્રોજેક્ટ અને પ્રયોગ થી વધુ શીખે છે અને લાંબો સમય યાદ રાખી ટેવ પડે છે શાળા પ્લાસ્ટીક મુક્ત બને છે તે મુખ્ય હેતુ હતો..... બાળકો વધુ જોડાય તો એટલા પરિવાર પણ જોડાય છે સમગ્ર પ્રોજેક્ટ કપડવંજ જિલ્લા પ્રચાર પ્રમુખ મિનેષ પ્રજાપતિ આચાર્ય કપડવંજ દ્વારા કરવામાં આવ્યો અને સાથે કેટલાક કાર્યકર્તા મિત્રો નો સહકાર લેવામાં આવ્યો છે...
