K
Khamir Joshi
2y ago

ધરતીને પ્લાસ્ટિકથી મુક્ત કરવામાં ડો. દોશીસાહેબે અદ્દભુત પ્રયત્નો

#પ્લાસ્ટિકના #આતંકવાદ સામે #ડો. #તેજસ #દોશીનો #એટેક. ડો. તેજસ દોશી એટલે ભાવનગરના પ્રકૃતિ પ્રેમી અને સંવેદનશીલ માનવી. ડો. તેજસ દોશી એટલે પ્લાસ્ટિકના આતંકવાદનો સામનો કરવામાં સફળ નીવડેલા માનવી. ડો. તેજસ દોશી એટલે ડોકટર વિથ ડિફરન્ટ. સમગ્ર વિશ્વ આજે બગડી રહેલા પર્યાવરણથી ધ્રુજવા લાગ્યું છે. તેનું એક કારણ છે પ્લાસ્ટિક. આજે ગાય અને વ્હેલ માછલીઓના પેટમાંથી પ્લાસ્ટિક નીકળવા લાગ્યું છે. આવી ધરતીને પ્લાસ્ટિકથી મુક્ત કરવામાં ડો. દોશીસાહેબે અદ્દભુત પ્રયત્નો કર્યા છે. તેઓને સો સલામ કરું છું. આ વાંચીને તમે પણ સો સો સલામ કરશો. આ વાંચીને તમે પણ ડોકટરને મળવા તલપાપડ થશો. હા, જરૂર મળવા જેવા ડોકટર તો છે જ. જાણીએ આ ડોકટર સાહેબે પ્લાસ્ટિક આતંકવાદ સામે લડત લડવા શું શું કરી રહ્યા છે. ખાલી થઈ ગયેલી રિફિલવાળી બોલપેન ફેંકી નહિ દેવાની. ડોકટર સાહેબને પહોંચાડવાની. ડોકટર તુરત નવી રિફિલ આપે. આવી રીતે 1000000( દસ લાખ) બોલપેન ફરી વપરાશમાં આવી. જે 350000 (સાડા ત્રણ લાખ) વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી છે. વપરાયેલ પ્લાસ્ટિક કોથળીઓ ફેંકી નહિ દેવાની. આ કોથળીઓ એક બોટલમાં ભરી BMC ના સહયોગ થી ત્રણ બોટલ દીઠ 10 રૂપિયા આપે. આવી બેક લાખ બોટલ મળી. આ બોટલોનો ઇકો બ્રિકસ તરીકે ઉપયોગ કર્યો. ભાવનગરમાં એક બગીચો ઇકો બ્રિકસ પાર્કથી ઊભો કરી સુંદર બનાવ્યો. સિંગલ યુઝડ પ્લાસ્ટિક વીણી લેવાનું. આવા 50 પ્લાસ્ટિક ડોકટરને સાહેબને પહોંચાડવાનું. ડોકટર તુરત એક કોટન બેગ આપે. આવી 45 લાખ પ્લાસ્ટિક બેગ એકઠી થઈ. 75 હજાર કોટન બેગ ગરીબ અમીર સહુનાં ઘરે કે પહોંચી. ગરીબ વિદ્યાર્થીઓએ આ થેલીઓ વેંચી. તેમાંથી મળેલા પૈસાનો ભણવામાં ઉપયોગ શરૂ કર્યો. શાળા કોલેજોમાં જઈ પ્લાસ્ટિક અવેરનેસ યજ્ઞ શરૂ કર્યો. આજસુધીમાં 200 સંસ્થાઓમાં ગયા. 02 લાખ વિદ્યાર્થીઓ અને ગુરૂજીઓ સુધી સંદેશ પહોંચાડી યજ્ઞમાં સામેલ થવા અપીલ કરી. દૂધની કોથળીઓ માટે 'નો કટ પ્લાસ્ટિક બેગ' યજ્ઞ શરૂ કર્યો છે. એકલા ભાવનગરમાં રોજની બે લાખ દૂધની કોથળીઓ વપરાય છે. તેનો ખૂણો કાપી આપણે સહુ તેને કચરામાં નાખી ધરતીને બગાડી રહ્યા છીએ. ડોકટરે ખૂણો કાપવાના બદલે માત્ર ખુણાને કાપવાના બદલે નજીવો કટ મારી દૂધ બહાર કાઢવા સહુને વિનવી રહ્યા છે. આ માટે 100 ઉપરાંત સોસાયટીમાં બહેનો સાથે સંવાદ કરી ચૂક્યા છે. ડોકટરનાં આ યજ્ઞની આજસુધીમાં 22,00,000 (બાવીસ લાખ) લોકો સુધી સુગંધ પહોંચી છે. ગુજરાત સરકારના મેગેઝિનમાં તથા ભારત સરકારના 'બેસ્ટ કોફી ટેબલ બુક' માં સ્થાન પામ્યો છે. સેવા પરમો ધર્મ. સેવાને વરેલા યુવાન ડો. તેજસ દોશીસાહેબ આ અદ્દભુત સેવા થકી નિજાનંદ માણી રહ્યાં છે. તમે પણ આવી સેવા કરી નિજાનંદ પામી શકો. તમે પણ રાષ્ટ્રપ્રેમ દાખવી શકો. તમે પણ રાષ્ટ્રસેવા કરી શકો. થઈ જાઓ તૈયાર સાથીઓ થઈ જાઓ તૈયાર. વેબસાઇટ છે….. facebook.com/drtejas.doshi?mibextid=ZbWK… ફરી સો સો સલામ, સાહેબ આપને. નલિન પંડિત

0 comments

No comments yet