દીકરાના જન્મદિવસની ઉજવણી
આમ તો જન્મદિવસની કર્યે મને ઘણા દિવસો થઈ ગયા.( (એટલે જન્મદિવસ ની શુભેચ્છાઓ આપવી જરૂરી નથી.પણ પોસ્ટ આખી વાંચી હજુ આમાં કંઈ સુધારા ની અવકાશ હોય તો જણાવી શકો છો)))પણ હવે બાળકો ના માતા પિતા ના અભિપ્રાયો મળતા હોવાથી મને થયું કે આ વિચાર બધા સાથે શેર કરું.. જ્યારે મેં એક નાનકડો પ્રયાસ કર્યો કે હું મારા દીકરાને જન્મદિવસે પ્રકૃતિને નુકસાન ના પહોંચે એ રીતે ઇકો ફ્રેન્ડલી રીતે ઉજવણી કરું. અને જન્મદિવસ મા આવનારા બાળકોને પણ પ્રકૃતિની સાચવણી કરવાની જવાબદારી આપણી સૌની છે એમ સમજાવ્યું અને પ્રકૃતિના ખોળે આપણે ખુશ થઈ શકીએ છીએ એવી એક્ટિવિટી કરવી. મારો દીકરો છ વર્ષ નો છે..અને મારા પ્રાકૃતિક લગાવ ને લીધે એ પણ પ્રકૃતિ સાથે વધારે જોડાયેલો છે..અહી તહી થી બીજ ભેગા કરી એને પોતાની જ નાની બીજ બેંક બનાવી છે..... અહીંયા હું મારો આઈડિયા બધાની સાથે શેર કરું છું જો તમને ગમે તો તમે પણ આજ આવી રીતનો કોઈ પ્રયાસ કરી શકો છો. બલુન અને પ્લાસ્ટિકના ચમકીલા ડેકોરેશન ની જગ્યા ઉપર મેં ફૂલ અને પાંદડા નો ઉપયોગ કર્યો છે બર્થ ડે ના ડેકોરેશન માટે. આની માટે ફુલ મેં ખરીદ્યા હતા પણ પાન મેં કદમના લીધા છે જે મને પ્રુનીંગ થઈ રહેલા વૃક્ષ પાસે થી મળી ગયા. જ્યારે બધા બાળકો આવ્યા ત્યારે મેં એમને પ્લાસ્ટિક થી થતા પોલ્યુશન અને એનાથી પ્રાણીઓ અને વનસ્પતિઓ અને માણસો ઉપર થતી અસર વિશે સમજાવ્યું ત્યારે ખરેખર બાળકો સમજ્યા અને આ આખી વાત એમણે એમના મા બાપ સાથે પણ શેર કરી. અત્યારે પાનખર ની વિદાય અને વસંત નું આગમન એ વચ્ચેનો સમય હોવાથી બદામના સુંદર લાલ પાન જે ખરી પડેલા હતા. બીજા અલગ અલગ પ્રકારના ખરી પડેલા પીળા અને કથ્થઈ રંગના પર્ણો મળી ગયા જેનાથી અમે બાળકો સાથે અલગ એક્ટિવિટી કરી અને બાળકોએ પોતે ખુશીથી આ બધી એક્ટિવિટી કરી મારી સાથે. બાળકોને જમાડવા માટે પણ કોઈ ડીસપોઝિબલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. Eco friendly birthday છે. તો બાળકો ને ગિફ્ટ ના લાવવા સૂચવેલા હોવાથી ..બાળકો ને મમ્મી ઓ એ પણ પોતાની ક્રિએટિવિટી બહાર નીકળી. બાળકો મારા દીકરાને ગિફ્ટ માં આપવા માટે હેન્ડમેડ કાર્ડ લઈને આવ્યા, કોઈ સુખડી લઈને આવ્યું, તો કોઈ વાર્તાની ચોપડી લઈને આવ્યું.( થોડો પ્રયત્ન કરીએ તો આઉટ ઓફ ધ બોક્સ વિચારી ને કઈ નવું કરી શકીએ છીએ એવું આ મમ્મીઓ એ સાબિત કર્યું) બાળકોને રિટર્ન ગિફ્ટ માં દહીંના જે ડબ્બા આવે છે એને કલર કરીને એમાં છોડ રોપીને અમે બાળકોને આપ્યા.....બાળકોને એની જવાબદારી આપી કે તમારે આ છોડનું એક નામ રાખવાનું છે.. આ છોડ તમારો મિત્ર છે અને તમારે એને સાચવવાનું છે એને સૂર્યપ્રકાશ અને પાણી આપવાનું છે. અને જ્યારે એના પર ફુલ આવે ત્યારે એ ફૂલ તમારે ભગવાનને ચડાવવાનું છે માતા-પિતાના અભિપ્રાયો મને ખૂબ સારા મળ્યા બાળકો છોડનું ધ્યાન રાખી રહ્યા છે બાળકોને પ્રકૃતિ સાથે કનેક્ટ કરવાનો મારો આ એક નાનકડો પ્રયાસ થોડા ઘણા અંશે પણ જો સફળ રહે અને એક પણ બાળક પ્રકૃતિના સાચવનારું નીકળે તો પણ આગળ જતાં આ જનરેશન પ્રકૃતિને સાચવવામાં પોતાનો સહયોગ આપી શકે કારણ કે સૌથી વધારે સમજવાની અને શીખવાડવાની ઉંમર આ જ છે અને એમને જરૂરી જ્ઞાન પ્રકૃતિ વિશે અને એની સાચવણી વિશે અને એ ન સચવાઈ તો શું થઈ શકે એની વિશે આપવાથી મને ઘણો સંતોષ થયો. કીન્જલ મકવાણા વડોદરા
